fbpx
ગુજરાત

આંકલાવમાં એટીએમમાં લોકોને છેતરી પૈસા ઉપાડનાર બે ઈસ્મોને પોલીસે પકડ્યા

આંકલાવ તાલુકાના વિરકૂવા ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે એટીએમ કાર્ડ બદલી, તેના પાસવર્ડ જાણી લઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં વડોદરાના બે શખસને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલાં શખસ પાસેથી અલગ-અલગ બેંકના છ કાર્ડ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. આંકલાવ પોલીસે ઝડપી પાડેલાં બંને શખસના નામ-ઠામ પૂછતાં વડોદરાના સેવાસી સ્થિત ખાનપુર ગોહિલવગોમાં રહેતો ૨૨ વર્ષીય અર્પિત સંજય ગોહિલ અને બીજાે સેવાસી સુથારવાળા ફળીયામાં રહેતો ૨૧ વર્ષીય યુવરાજ વજેસિંહ પરમાર હોવાનું જણાવ્યું હતું.

બંને શખસ વડોદરા તરફથી આંકલાવ તરફ આવતા હતા. એ સમયે તેમને પોલીસે આંકલાવ સ્થિત વિરકૂવા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે પકડ્યાં ત્યારે તેમની પાસેથી મળી આવેલાં બેંકના કાર્ડ સંદર્ભે તેઓ કંઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેને પગલે સઘન પૂછપરછ કરતાં બંને જણાં એટીએમ સેન્ટરની આસપાસ ઊભા રહી, જે લોકોને એટીએમમાંથી નાણાં ઉપાડવાની મુશ્કેલી પડતી હોય તેમની સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવી લેતાં હતા.

એ પછી તેમનું એટીએમ કાર્ડ બદલી બીજું કાર્ડ આપી દેતાં હતા અને પાસવર્ડ જાણી લીધા બાદ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતાં હતા. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં અને તેમાં પણ વૃદ્ધો અને મહિલાઓને ખાસ ટાર્ગેટ બનાવતા હતા. બંને વિરૂદ્ધ વડોદરા શહેરના જવાહર નગર તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની કલમ હેઠળ ગુના નોંધાયા છે.

Follow Me:

Related Posts