ભાવનગર

આંગણવાડીના બાળકો સાથે શહેર ના ધારાસભ્ય સેજલબેન પંડયા

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ 2012 થી પ્રારંભાયેલ આંગણવાડી શિક્ષક તાલીમ અંતર્ગત સતત 11માં વર્ષે યોજાતી જીવન શિક્ષણ તાલીમના નિરીક્ષણ માટે શહેર ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા પધાર્યા હતા.સ્વાતંત્ર્ય સેનાની ‘શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન’ કાર્યક્ર્મ અંતર્ગત વર્ષ 2023માં શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર 200 બાળતાલીમ દવારા પ્રશિક્ષિત થનાર 6000 બાળકોના બહુ હેતુક કાર્યક્ર્મને પ્રત્યક્ષ જોવા પધારેલ શહેર ધારાસભ્યશ્રી એ દીપ પ્રાગટય બાદ 7મી તાલીમમાં ઉપસ્થિત તિલકનગર આંગણવાડીના ભૂલકાંઓ સાથે કૌશલ્ય તાલીમમાં સહભાગી થઈ શિક્ષકોને પ્રેરણા આપી હતી.

સ્વયં મોન્ટેસરી તાલીમ થી સજ્જ શહેર પૂર્વના ધારાસભ્ય તેમજ પૂર્વ પ્રમુખ શ્રી રાજીવભાઈએ શિશુવિહાર દ્વારા બાળકોને અપાતી જીવન શિક્ષણ તાલીમ અને શાંતિપ્રિય ભારતીય રમતોની સરાહના કરી હતી.ગુજરાતમાં પ્રથમ વખત ગિજુભાઈના ભાવનગરથી યોજાતા 6000 બાળકો માટેના તાલીમ કાર્યકરો સમગ્ર રાજય માટે પ્રેરણાદાઈ બને છે..

Related Posts