આંતરરાષ્ટ્રીય બજારોમાં રાજ્યના લઘુઉદ્યોગો ની પ્રોડક્ટ્સ ‘મેડ ઈન ઇન્ડિયા’ – ‘મેડ ઇન ગુજરાત’ સરળતાથી પહોંચશે
રાજ્ય સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે MOU કરવામાં આવ્યા છે. આ MOU અંતર્ગત રાજ્યના MSME વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે. આ MOU થી MSME ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’ – ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો સરળતાથી પહોંચી શકશે.
એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો MSME ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’ – ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.
અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબીનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડિજિટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ – ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયથી રાજ્યના લઘુ ઉદ્યોગકારો અને તેમની પ્રોડક્ટ્સ ને આંતરરાષ્ટ્રીય બજાર મળશે તેનાથી ઉદ્યોગો અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળી રહેશે
Recent Comments