fbpx
અમરેલી

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ – બેટી બચાઓ બેટી પઢાઓઅન્વયે અમરેલીમાં કૉફી વિથ કલેકટર કાર્યક્રમ સંપન્ન

 સમગ્ર વિશ્વમાં તા.૧૧ ઓકટોબરે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં પણ આ ઉજવણી કરવામાં આવે છે.બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે દીકરીઓનાં સર્વાંગી વિકાસ, રક્ષણ અને સલામતી માટેના વિવિધ તાલીમ અને કાર્યક્રમોનું આયોજન અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા તા.૦૨ થી તા.૧૧ ઓકટોબર દરમિયાન કરવામાં આવ્યું.અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને કૉફી વીથ કલેકટર કાર્યક્રમ યોજાયો હતો. રમત ગમત, શિક્ષણ, એન.સી.સી., કળા સહિત વિવિધ ક્ષેત્રમાં ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે તેવી દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો.

અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બુધવારે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં રમત ગમત, શિક્ષણ, કલા સહિતના ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીનિઓનો, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘કૉફી વીથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો.વિવિધ ક્ષેત્રમાં અસધારણ સફળતા મેળવનાર વિદ્યાર્થીનિઓને જિલ્લા કલેક્ટરશ્રીએ બિરદાવી, વિદ્યાર્થીનિઓના અનુભવો જાણ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તેની તૈયારીઓ, સરકારી સેવા, તત્વજ્ઞાન, રમત ગમત ક્ષેત્રનો વિકાસ સહિતના વિવિધ વિષયો પરના વિદ્યાર્થીનિઓના પ્રશ્નના ઉત્તર પણ અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ આપ્યા હતા.

‘કૉફી વીથ કલેક્ટર’ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યુ કે, કારકિર્દીલક્ષી સફળતા મેળવવા માટે જીવનમાં સાતત્યપણું હોવું અને તે જાળવી રાખવું ખૂબ જરુરી છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અગાઉથી તૈયારી કરવી અને રોજે-રોજ તેની તૈયારી કરતી રહેવી જોઈએ, સાતત્યથી સફળતા મળે છે. જીવનમાં પ્રેરણા જરુરી છે પરંતુ સફળતા માટે સાતત્યપણું કેળવવું પડે.

કલેકટરશ્રીએ ઉમેર્યુ કે,નિયમિત અને આયોજનબદ્ધ તૈયારીથી કોઈ પણ કામમાં સફળતા મળે છે. નિષ્ફળતા અંતિમ નથી પરંતુ સફળતાનો જ એક ભાગ છે. વ્યક્તિને જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત થાય ત્યારે જ તેના મજબૂત ચરિત્રની કસોટી હોય છે આવા સમયે પોતાના લક્ષ્યને વળગી રહીને સતત પ્રયાસો કરતા રહેવાથી લક્ષ્યવેધ કરી શકાય છે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ, વિદ્યાર્થિનિઓના રાજ્ય જાહેર સેવા આયોગ અને સંઘ જાહેર સેવા આયોગની પરીક્ષાઓ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું.દીકરીઓના ઉજજવળ ભાવિ, સ્વવિકાસ, કારકિર્દી ઘડતર વિષયક માર્ગદર્શન અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યું અને તેમને તેમના ભવિષ્ય ઘડતર તેમજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.કાર્યક્રમમાં જિલ્લા અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ. મનિષાબેન મુલતાની,  દહેજ પ્રતિબંધક અને મહિલા અને બાળ કચેરીના કર્મયોગીશ્રીઓ અમરેલી જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ, વિદ્યાસભા, દીપક હાઇસ્કૂલ, બગસરા મેઘાણી હાઇસ્કુલ,  લુણીધાર એલ.જે. એજ્યુકેશન, સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ સહિત વિવિધ શાળાઓ સહિતની વિદ્યાર્થિનિઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.    

Follow Me:

Related Posts