“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમરેલી જિલ્લામાં ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન સેવાને સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ”
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન- માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.
૭ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા અમરેલી જિલ્લામાં કુલ ૧૬૫૫૫ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવ, પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇને ૩૪૩૧ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૩૪૧, લગ્ન જીવનના વિખવાદના ૩૭,આડોશી-પાડોશી સાથેના જગડાના ૫૯, બાળકની કસ્ટડી માટેના ૧૯, ફોન પર કે શારીરિક પજવણીના ૮, ઘરેથી નીકળી ગયેલા-ભૂલા પડેલા-બિન વારસ માનસિક અસ્વસ્થ ના ૨૨, તેમજ અન્ય પ્રકારના ૧૧ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવેલ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. અમરેલી કાઉન્સિલર રોબીના બ્લોચકોઈ સજ્જન વ્યક્તિ દ્વારા 181 ફોન કરી જાણ કરવામાં આવેલ કોઈ મહિલા રેલ્વે ટ્રેક પર આત્મહત્યા ઈરાદા સાથે બેઠેલા હોય તેવું જણાય છે તુરંત ઘટના સ્થળ પાર પહોંચી મહિલાનું કાઉન્સિલીગ કરતા જાણવા મળેલ પતિ ઘર ખર્ચ પૂરતો આપતા નથી અવર નવાર સંકા કરી જગડા ક્રિયા કરે છે હું કંટાળી ગઈ છું ત્યારે પીડિતાના કુશળ કાઉન્સિલીગ દ્વારા આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી તેણીની ઈચ્છા અનુસાર યોગ્ય નિવારણ લાવેલઅન્ય એક કિસ્સામાં એક પીડિતા તેના નાના બાળક ને લઈને પતિ દ્વારા થતી ઘરેલુ હિંસા ના કારણે ઘર છોડીને નીકળી ગયા હતા ત્યારે ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે જય પીડિતાને કુશળ કાઉન્સેલિંગ દ્વારા મહિલાલક્ષી સંસ્થામાં લઇ જઈ પીડિતાની સમસ્યાના નિરાકરણ માટેની કામગીરી હાથ ધારેલ અમરેલી કાઉન્સિલર હિના પરમારકોઈ સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન કરી જાણ કરવામાં આવેલ કોઈ વૃદ્ધ માજી મળી આવેલ છૅ જે 3-4 દિવસ થી ભૂખ્યા આંટા મારે છૅ તેમજ બોલી નથી શકતા એ ક્યાંના છે ને તેઓ ક્યાંથી આવેલ તે તેઓને ખબર નથી જેથી મદદ ની જરૂર છે.
ત્યારે ટીમ એ મહિલા સુધી પહોંચી માજી ને શાંત્વના આપી તેઓને બેસાડી પરામર્શ કરતા જાણવા મળેલ કે વૃદ્ધ મહિલા એ મૂકબધિર છે ને તેઓની માનસીક સ્થિતિ યોગ્ય નથી જેથી ટીમ દ્વારા પિડીત માજી ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને લાંબા ગાળા ના અનુભવ તેમજ સુજબુજ દ્વારા તેમની પાસે રહેલ નાના બટવાને જોઈ અંદર થી કોઈ નાની ચિઠ્ઠી મળી જેમાં કોઈ ફોન નંબર લખેલ હતો જે નંબર માં ફોન કરતા નંબર બંધ આવતા ટીમ દ્વારા પોલીસ ની મદદ લઈ આ નંબર નું (SDM) કઢાવતા જે સરનામું મળેલ ત્યાં જઈ ને શોધખોળ કરી તેઓના દીકરા ને મળતા દીકરા એ જણાવેલ કે માજી ની માનસીક સ્થિતિ ઠીક નાં હોવાથી ઘરે થી કીધા વગર નિકલી ગયેલ હતા જેથી ટીમ દ્વારા માજી ના પરિવાર ને કાયકિય માહીતિ આપી માંજી પ્રત્યે ની જવાબદારી ને ફરજ અંગે સમજણ આપી તેઓની યોગ્ય સારવાર કરવા જણાવેલ તેમજ માજી ને સહી સલામત પોહચાડી ને તેઓના પરિવાર સાથે રાજીખુશથી મિલન કરાવેલ અમરેલી કાઉન્સિલર કવિતા પંડ્યાઅન્ય એક કિસ્સામાં પીડિતાની મરજી વિરુદ્ધ ઘરના સભ્યો દ્વારા લગ્ન કરાવવા માંગતા હોય અને પીડિતા રાજી ન હોય તેથી પીડિતાને ૬ માસ થી ઘર માં જ કેદ કરીને રાખેલ, બનાવની જાણ થતા ૧૮૧ ટીમ ઘટના સ્થળે જઈ પીડિતા ને છોડાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ.અન્ય એક કિસ્સામાં પીડિતાએ મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ને જણાવેલ કે તેના એપાર્ટમેન્ટમાં કામ કરતા મજુર દ્વારા પજવણી કરવામાં આવેલ, બનાવની જાણ થતા તુરંત ઘટના સ્થળે જઈ પજવણી કરનારને કાયદાનું ભાન કરાવેલ
Recent Comments