ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓના હસ્તે નવનિર્મિત ઘાંઘલી સબ સેન્ટરનું લોકાર્પણ

ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી. તે અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી, સિહોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઘાંઘણીના મકાનનું ઉદઘાટન પણ મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

           ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસને અનુલક્ષીને સ્તુત્ય પગલું લેતાં કોરોના કાળમાં પણ પોતાના જાનના જોખમે કાર્ય કરનાર મહિલા આરોગ્ય કર્મીઓનું તેમના હસ્તે જ લોકાર્પણ કરીને એમ નવો જ ચીલો ચાતર્યો છે. જે અંતર્ગત ગઇકાલે મહિલા તાલુકા આરોગ્ય અધિકારી એવાં શ્રી ડો. મનસ્વીનીબેન માલવિયા અને આશા બહેનો દ્વારા રીબીન કાપી નવા સબ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું.

           કોવિડમાં શ્રેષ્ઠ રસીકરણ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.બી.પી. બોરીચાના હસ્તે આ અવસરે સન્માનિત કરી મહિલા દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

           કોવિડ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રદ્ધાબેન જોશી (સણોસરા), જલ્પાબેન પટેલીયા (સોનગઢ), અને ગીતાબેન રાઠોડ (અર્બન શિહોર)ને શ્રી ભોળાભાઈ ચુડાસમાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

           આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝરશ્રી રામદેવસિંહ ચુડાસમા, શ્રી હિનાબેન બારોટ સહિતના આરોગ્યકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.

           સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિતે કહ્યું હતું. આભારવિધિ શ્રી ડો. સંજયભાઈ ખીમાણીએ કરી હતી.

           આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મંગુબેન, તાલુકા સદસ્યશ્રી ચંદુભાઈ ગોહિલ, માજી સરપંચ શ્રી અનિલભાઇ ત્રિવેદી, શ્રી દુલાભાઈ ડાભી, શ્રી નીતિનભાઇ પટેલ, શ્રી કનુભાઈ ગોહિલ, મેડિકલ ઓફિસરશ્રી ડો. દર્શનભાઈ ઢેઢી, ડો. રૂપલબેન વૈષ્ણવ, હસુમતીબેન ગોહિલ સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts