તા. ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરુપે તા.૭ માર્ચ, ૨૦૨૪ને ગુરુવારના રોજ જિલ્લા મહિલા અને બાળ કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા અમરેલી લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાશે.
દીકરી જન્મને વધાવવામાં આવે અને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ને પ્રોત્સાહન મળે તે માટે દીકરી વધામણા કિટ વિતરણ, કિશોરીઓને હાઈજીન કિટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ, અગ્રેસર મહિલાઓનું સન્માન, મહિલા સરપંચનું સન્માન, બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓનું સન્માન કરવામાં આવશે. આ સંમેલનમાં મહિલા અને દીકરીઓને મહિલા વિંગની વિવિધ યોજના વિશે માહિતી, જાતિગત સમાનતા, સમાજમાં દીકરીઓનું મહત્વ સંબંધિત માહિતી આપવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments