અમરેલી

આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણીઃ જિલ્લાના વિવિધ સ્થળોએ પ્રિ ઇવેન્ટ – યોગ કાર્યક્રમ યોજાયા

 આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી તા.૨૧ જૂન ના રોજ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે, પ્રિ ઇવેન્ટ – યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

જિલ્લાના બાબરા, ભુરખીયા હનુમાન મંદિર, ધારી-આંબરડી સફારી પાર્ક, ઔદ્યોગિક વિસ્તારોના ખાનગી એકમો, શાળા-કોલેજ, સરકેશ્વર બીચ-બલાણા, શિયાળબેટ સહિતના સ્થળો પર યોગાસન થયા હતા. વિદ્યાર્થીઓ, મહાનુભાવો, નાગરિકો સહિતના જોડાયા હતા.

Related Posts