fbpx
રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધતા દેશમાં પેટ્રોલ, ડીઝલ મોંઘા થઈ શકે


ઓગસ્ટમાં જુલાઇની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં બેરલ દીઠ ૩ ડોલરનો ઘટાડો થયો હતો. છેલ્લે પાંચ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૮ જુલાઇ પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવમાં ૦.૬૫ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧.૨૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે તેવી શક્યતા છે કારણકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભારે માર્જિનના દબાણનો સામનો કરી રહ્યાં છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. છેલ્લા ૧૨ દિવસથી પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધી રહ્યાં છે ત્યારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે. હાલમાં ઓગસ્ટના સરેરાશ ભાવની સરખામણીમાં ક્રૂડના ભાવ બેરલ દીઠ ચારથી છ ડોલર વધી ગયા છે.

જાે કે અત્યાર સુધી ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓેએ ભાવમાં વધારો કર્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ આ જ સ્તરે યથાવત રહેશે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડશે. આ અગાઉ છેલ્લે પેટ્રોલના ભાવમાં ૧૭ જુલાઇના રોજ અને ડીઝલના ભાવમાં ૧૫ જુલાઇના રોજ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૧.૧૯ અને ડીઝલનો ભાવ રૂ. ૮૮.૬૨ છે.

Follow Me:

Related Posts