આંતરાષ્ટ્રીય મહિલા દિને ગજેરા ટ્રસ્ટ તથા લક્ષ્મી ડાયમંડ દ્વારા મહિલા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
કોવીડ -૧૯ ની વિપરીત પરિસ્થિતીમાં શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે દર્દીઓની સેવા કરનારા મહિલા તબીબો તથા નર્સિસને સન્માનિત કરવા એ અમારી ફરજ છે – અશોક ગજેરા , એમ.ડી . લક્ષ્મી ડાયમંડ – મુંબઈ આઠમી માર્ચે સમગ્ર વિશ્વ , ‘ વિશ્વ મહિલા દિન ‘ ઉજવે છે ત્યારે તા .૮ / ૩ / ૨૦૨૧ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીના ભાગ સ્વરૂપે ગજેરા ટ્રસ્ટ – સુરત સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે લક્ષ્મી ડાયમંડ પ્રાઈવેટ લિ . – મુંબઈના સહયોગ થી ગજેરા ટ્રસ્ટ એન્ડ લક્ષ્મી ડાયમંડ ગૃપ ઓફ કંપનીઝ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી . આ તકે લક્ષ્મી ડાયમંડ – મુંબઈ તરફથી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ જનરલ હોસ્પીટલમાં મહિલા તબીબ , નર્સિસ કલાસ શ્રી એન્ડ ફોર વિભાગમાં ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓને ગીફટ આપીને સન્માનિત કરાયા હતા , આ તકે લક્ષ્મી ડાયમંડ – મુંબઈના એમ.ડી. અશોક ગજેરા એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ ગજેરા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જે નિષ્ઠાથી ફરજ બજાવી છે તેની કદરના ભાગરૂપે અમો સન્માનિત કરતા ખુબ હર્ષની લાગણી અનુભવીએ છીએ . વિશ્વ મહિલા દિન ઉજવણી -૨૦૨૧ ના કાર્યક્રમમાં અતિથિ તરીકે સિવિલ હોસ્પિટલના સુપ્રિ.ડો.શોભનાબેન મહેતા , ડો . ભુમિ રૈયાણી , એમ.ડી. પિન્દુભાઈ ધાનાણી તથા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશી ઉપસ્થિત રહયા હતા .
Recent Comments