આજરોજ ‘આંતર રાષ્ટ્રીય બાળ દિવસ’ અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ,જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઇન ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે અને આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાલકલ્યાણ સમિતિ ,.જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ , સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ , પોલીસ વેલ્ફેર ઓફિસર, ગર્લ્સ અને બોયઝ ના ચિલ્ડ્રન હોમ ભાવનગર ના તેમજ બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા ના કર્મચારીઓને બાળ કલ્યાણ ની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ ભાવનગરમાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ‘શૈશવ સંસ્થા’ ની વિવિધ પ્રવૃત્તિ ઓની માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનનીય ASP સાહેબ શ્રી સફીન હસન સાહેબએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
‘આંતર રાષ્ટ્રીય બાળ દિવસ’ અંતર્ગત ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એકદિવસીય સેમિનાર યોજાયો

Recent Comments