અમરેલી

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા અમરેલી રાજકમલ ચોક ખાતે અંખડ ભારત દિવસે મશાલ યાત્રા યોજાય

અમરેલી રાજકમલ ચોક ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૧૪ ઓગસ્ટ ના રોજ અખંડ ભારત દિવસ ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય કિસાન પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરિષદ અને તમામ આયામો દ્વારા અમરેલી શહેરમાં રાજકમલ ચોક શહીદ સ્મારક  પાસે ભારતમાતા નું પૂજન અને રામધુન હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવેલા જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી  જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી ભાવનગર વિભાગ અધ્યક્ષ ડોક્ટર દેસાણી જિલ્લા માર્ગદર્શક નાનુભાઈ તળાવિયા જિલ્લા મંત્રી જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂતભાઈ બસિયા જિલ્લા મંત્રી ઉદયભાઇ રાજપુત સંજયભાઈ પોપટ કિશોરભાઈ મહેતા છાત્ર પરિષદ જીતભાઈ કાબરીયા અને વેપારી મંડળના ભાઈઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આગામી જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી અને રાત્રે ૯-૦૦ કલાકે સમર્થ વ્યાયામ મંદિરે થી મસાલ યાત્રા યોજાય  એમાં પણ તમામ કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહી પૂરા શહેરની અંદર આ મચાલયાત્રામાં જોડાયેલા તેમ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી એ જણાવેલ છે

Related Posts