કેમેરા વડે બનાવેલા કેટલાક વીડિયો છાત્રાઓ વચ્ચે વાયરલ થયા બાદ હવે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો છે. આ કેમેરા વડે બનાવેલા કેટલાક વીડિયો છાત્રાઓ વચ્ચે વાયરલ થયા બાદ હવે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે.
છુપાયેલા કેમેરાની જાણ થતાં વિદ્યાર્થીઓએ આ અંગે પોલીસમાં કેસ પણ નોંધાવ્યો હતો, જે બાદ પોલીસે ફાયનલ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, કોલેજ હોસ્ટેલમાં ટોઇલેટની અંદર રાખવામાં આવેલો આ કેમેરો એક વિદ્યાર્થીને મળી આવ્યો હતો, જે બાદ વિદ્યાર્થીઓએ ગુરુવારે રાત્રે (૨૯ ઓગસ્ટ ૨૦૨૪) વિરોધ કર્યો હતો અને કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ છુપાયેલા કેમેરામાંથી કથિત રીતે ૩૦૦ થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને બોયઝ હોસ્ટેલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ગુરુવારે રાત્રે જ વિદ્યાર્થિનીઓએ આ વીડિયો પોસ્ટ કરીને વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. વિરોધ વચ્ચે પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે અંતિમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે કેમેરા લગાવવામાં સામેલ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલી રહી છે. જાેકે, કોલેજ પ્રશાસને દાવો કર્યો હતો કે ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ છૂપો કેમેરા મળ્યો નથી. તે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો છે. તેમણે કેમ્પસમાં વધારાના સુરક્ષા પગલાં લેવાનું પણ વચન આપ્યું છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેઓએ વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફની હાજરીમાં આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી છે અને કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. વધુ તપાસ ચાલુ છે. જાેકે, કોલેજની યુવતીઓ દ્વારા આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જાેકે, સત્તાવાર આ અંગેની કોઈ જાહેરાત થઈ નથી.
Recent Comments