સરકારે વાંધાજનક પોસ્ટ મામલે ૧૦૦ કેસ નોંધ્યા, ૩૯ લોકોની ધરપકડ કરી આંધ્રમાં સોશ્યલ મીડિયા પર નેતાઓ વિરૂધ્ધ વાંધાજનક પોસ્ટ કરનારાઓ ઉપર તવાઈઆજના સમયમાં સોશિયલ મીડિયા એ વ્યક્તિનો સંદેશો પહોંચાડવાનું સૌથી મજબૂત માધ્યમ છે. પરંતુ આ માધ્યમનો ઘણી વખત દુરુપયોગ પણ થાય છે. આજના સમયમાં લોકોને ટાર્ગેટ કરવા માટે તેનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે ચંદ્રાબાબુ નાયડુ સરકાર આવા કળત્યો સામે કડક કાર્યવાહી કરી રહી છે અને પોલીસને આવા કળત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ પોલીસ પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગઈ છે. આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ સામે કડક પગલાં લીધા છે. રાજ્ય સરકારે ૧૦૦ કેસ નોંધ્યા છે અને ૩૯ લોકોની ધરપકડ કરી છે.
આ કાર્યવાહી તે પોસ્ટ પર કરવામાં આવી છે જેમાં રાજ્યના વિવિધ પક્ષોના નેતાઓ અને તેમના પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આવી પોસ્ટ લોકોના જુદા જુદા જૂથો વચ્ચે સંઘર્ષ સર્જી શકે છે. આમાંથી ઘણી પોસ્ટમાં મુખ્યમંત્રી નાયડુની પત્ની ભુવનેશ્વરી, તેમના પુત્ર અને મંત્રી નારા લોકેશની પત્ની બ્રાહ્મણી અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની પુત્રીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત -દેશ કોંગ્રેસ અધ્યક્ષ વાયએસ શર્મિલા પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી વાંધાજનક પોસ્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી સમાજમાં શાંતિ જળવાઈ રહે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમના પક્ષના સભ્યોને ઉશ્કેરણીજનક પોસ્ટ પર સંયમ સાથે પ્રતિક્રિયા આપવા અપીલ કરી છે.
નાયડુએ પાર્ટી કાર્યકર્તાઓને શિષ્ટાચારથી વર્તવાની સૂચના આપી છે. સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી અફવાઓનો સામનો કરવા માટે પોલીસ તપાસને વધુ સઘન બનાવવામાં આવશે. ગુનેગારોને કાયદાના દાયરામાં લાવવામાં આવશે. વિરોધ પક્ષે કહ્યું- ૬૮૦ નોટિસ મળી, ૧૪૭ કેસ નોંધાયા વિરોધ પક્ષ રૂજીઇઝ્રઁનું કહેવું છે કે તેમના કાર્યકરોને અત્યાર સુધીમાં ૬૮૦ નોટિસ મોકલવામાં આવી છે. આ સિવાય તેની સામે ૧૪૭ કેસ નોંધવામાં આવ્યા છે અને ૪૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષે તેને રાજકીય રીતે પ્રેરિત કાર્યવાહી ગણાવી છે. રૂજીઇઝ્રઁએ કહ્યું કે સરકાર બદલાની ભાવનાથી પ્રેરિત આવી કાર્યવાહી કરી રહી છે.
આંધ્ર પોલીસે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા સામે પણ કેસ દાખલ કર્યો છે. રામ ગોપાલ વર્માને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. વર્માને આગામી સપ્તાહે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વર્માએ પોલીસને ખાતરી આપી છે કે તેઓ તપાસમાં સહકાર આપશે. આંધ્ર પ્રદેશ સરકાર સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ પર કડક નજર રાખી રહી છે. તે જ સમયે, શાંત સ્વરમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આંધ્રપ્રદેશ સરકારની આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર સરકાર વિશે બનાવવામાં આવી રહેલા નકારાત્મક નિવેદનોને નિયંત્રિત કરવા માટે છે. સરકાર એવા સોશિયલ મીડિયા હેન્ડલર્સને નિશાન બનાવી રહી છે જેઓ કોઈને કોઈ રીતે વિરોધ પક્ષો સાથે જાેડાયેલા છે.


















Recent Comments