ભારત સહિત આખી દુનિયામાં ભગવાન રામના કરોડો ભક્તો છે. અયોધ્યામાં એક તરફ ભગવાન રામનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે તે બીજી તરફ આંધ્ર પ્રદેશમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ થયો છે. ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો છે. કુરનૂલ પાસે નંદયાલ જિલ્લાના મંત્રાલયમાં બનનારી આ પ્રતિમા ભગવાન રામની દેશની સૌથી ઊંચી પ્રતિમા હશે. ૧૦૮ ફીટની આ પ્રતિમાને ૩૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જય શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહેલી આ પ્રતિમાને ‘પંતધાતુ’ થી બનાવવામાં આવશે. ભગવાન રામની આ પ્રતિમા માટે શ્રી રાધવેન્દ્ર મઠ દ્વારા ૧૦ એકર જમીન દાનમાં આપવામાં આવી હતી. આ પ્રતિમાને મૂર્તિકાર રામ વંજી સૂતર બનાવશે. ગુજરાતના કેવડિયામાં બનેલી દુનિયાના સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર તેમણે જ ડિઝાઈન કરી હતી. રવિવારે ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈને રામ પ્રતિમાનો વર્ચુઅલી શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાઘવેન્દ્ર સ્વામી મઠના પૂજારી સુબુદેન્દ્ર તીર્થ સ્વામી અને પૂર્વ રાજ્ય સાંસદ ટી.જી. વેન્કટેશ પણ હાજર હતા.
આંધ્ર પ્રદેશમાં ભગવાન રામની ૧૦૮ ફીટની ૩૦૦ કરોડના ખર્ચે બનશે પ્રતિમા

Recent Comments