fbpx
અમરેલી

આંબરડી ગામે સીમ વિસ્તારમાં દીપડાનો આતંક/ વાડીમાં સૂતેલા શ્રમિક પરિવારની બાળકી ઉપર કર્યો હુમલો/સદનસીબે બાળકીને સામાન્ય ઇજા. વનવિભાગ દ્રારા દીપડાને ઝબ્બે કરવા પાંજરા મુકાયા

જંગલ વિસ્તારની અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે.  પરંતુ દીપડા જેવા અતિ હિંસક પ્રાણી માનવ ઉપર હુમલાઓ કરે છે ત્યારે સીમમાં રહી મજૂરી કરતા મજૂરો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જતો હોઈ છે.
આવોજ એક બનાવ ગઈકાલે રાત્રે સાવરકુંડલાના આંબરડી ગામના રમેશભાઈ ગીરધરભાઇ ખેડૂતના વાડીમાં ભાગિયું રાખી રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર રાત્રે બહાર સૂતો હતો એ દરમિયાન અચાનક આવી ચડેલા આદમખોર દીપડા એ ૫ વર્ષની બાળકી ઉપર હુમલો કરી દેતા ફફડાટ ફેલાયો છે. પરપ્રાંતીય શ્રમિક બાળકી ઉપર કર્યો હુમલો કરતા બાળકીની ચીસો સંભળાતા પરિવારજનો જાગી જઈ હાકલા કરતા દિપડો બાળકીને છોડી નાસી છૂટ્યો હતો, સદનસીબે બાળકીને સમાન્ય ઈજાઓ પહોંચી હતી અને સા.કુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ રજા આપી દેવાઈ છે. સાવરકુંડલાના આંબરડી ગામની સીમ વિસ્તારની ઘટના બની હોવાની પ્રાપ્ત થતી વિગતો મુજબ દીપડનાં બાળકી ઉપરના હુમલા બાદ લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા આ આદમખોર  દીપડાને ઝબ્બે કરવા અલગ અલગ જગ્યાએ બે પાંજરાઓ મુકાયા છે.દિપડો પાંજરે ઝબ્બે થયા બાદ ખેડૂતો અને શ્રમિકોમાં રાહત અનુભવાશે. મિતિયાળા રેન્જના આરએફઓ પ્રતાપભાઈ ચાંદુની સૂચના મુજબ આંબરડી બીટના હુસેનભાઇની ટીમ દ્વારા દીપડાને ઝબ્બે કરવા કવાયત શરૂ કરી દેવાઈ છે.

Follow Me:

Related Posts