સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે આવેલી આંબરડી પે સેન્ટર શાળાની મુલાકાત લેતાં ભાવિનભાઈ અજમેરા અને મિત્ર મંડળ. શાળાનું વાતાવરણ અને અભ્યાસથી પ્રભાવિત થઈ શાળાના બાળકો માટે રમતગમતનાં સાધનો ખરીદવા રૂપિયા પંદર હજાર ભેટ તરીકે અર્પણ કર્યાં. પોતાની પ્રાથમિક શાળા સૌ કોઈને આજીવન યાદ રહે છે. જીવન ઘડતરમાં પ્રાથમિક શિક્ષણનો અમૂલ્ય ફાળો રહેલો છે. પ્રાથમિક શાળાનાં આમંત્રણને માન આપી આજરોજ પ્રાથમિક શાળા આંબરડી ખાતે શ્રી ભાવિનભાઈ અજમેરા,મહેશભાઈ ચોડવડિયા , પિયુષભાઈ પાચાણી અને મિત્રો શાળાની મુલાકાતે આવ્યા હતા . શાળાનું વાતાવરણ અને અભ્યાસથી ખુબ પ્રભાવિત થયા. બાળકોને નવી ટેકનોલોજી મુજબનું શિક્ષણ મળી રહ્યું છે એ જાણીને ખુબ આનંદિત થયા. આ તકે “વતનનાં રતન” એવા શ્રી ભાવિનભાઈ અજમેરાએ શાળાનાં બાળકો માટે રમતગમતનાં સાધનો લેવા માટે રૂપિયા ૧૫,૦૦૦ ભેટ આપ્યા આ ઉપરાંત શાળાને જ્યારે પણ કંઈપણ જરૂર પડે સામેથી કહેવા માટે કહ્યું. આ તકે શાળા પરિવાર દ્વારા દાતા શ્રી ભાવિનભાઈ અજમેરાનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો. .
આંબરડી પે.સે. શાળાનું ઋણ અદા કરવાનો અવસર પ્રાપ્ત થયો

Recent Comments