આંબરડી માધ્યમિક ઉ. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રકૃતિ શિબિરનું આયોજન થયું
સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે આવેલ શ્રી આંબરડી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાના વિદ્યાર્થીભાઈઓનો તાજેતરમાં ચીખલકુબા મુકામે ત્રણ દિવસની “પ્રકૃતિ શિક્ષણ શિબિર” નું આયોજન થયું. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર શિબિરનું આયોજન અને સંચાલન શાળામાં પર્યાવરણ અને ગીર શિક્ષણ સાથે જોડાયેલ શ્રી જે.પી.પાનસુરીયા સાહેબે કરેલું. આ શિબિરમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ, ગીર શિક્ષણ,પ્રકૃતિ સંવર્ધન,વૃક્ષોનું જતન જેવા પાઠ શીખવા મળ્યા હતા. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણી અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments