આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવ
આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વાર્ષિકોત્સવમાં પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ ઉપસ્થિત રહી વક્તવ્ય આપતા કહ્યું કે, આવતાં દિવસોમાં દોહ્યલો સમૂહ જીવનનો લાભ આજે આ લોકશાળામાં પ્રાપ્ત છે.
શ્રી નાનાભાઈ ભટ્ટ સ્થાપિત લોકશાળા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં પૂર્વ સાંસદ અને રાજનીતિજ્ઞ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.
ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારના સંયુક્ત વાર્ષિકોત્સવમાં શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ અહીંની શિક્ષણ પ્રણાલી સાથે આવતીકાલની સ્થિતિ અંગે ચિતાર આપ્યો. તેઓએ વક્તવ્ય આપતા કહ્યું કે, આવતાં દિવસોમાં દોહ્યલો સમૂહ જીવનનો લાભ આજે આ લોકશાળામાં પ્રાપ્ત છે.
શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ વ્યક્તિત્વ અને ચારિત્ર્ય, જ્ઞાન અને સમજણ, વૃદ્ધિ અને વિકાસ… આ અંગે ભેદ તથા અર્થ સ્પષ્ટ કરવા સાથે તબક્કાવાર નવું શીખતા અને તેમાં પણ સમજણ સાથે શીખવા પર ભાર મૂક્યો. વિદ્યાર્થીઓને વાચન સાથે લેખન પ્રક્રિયા માટે ટેવ પાડવા પણ શીખ આપી.
સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીના સ્મરણ સાથે આ સંસ્થાની સ્થાપના તેમજ શ્રી ગાંધીજી સાથેના તત્કાલીન પ્રસંગોનો ઉલ્લેખ કરી આવતી કાલની શિક્ષણ પ્રણાલી અહીંયા અગાઉથી જ આચરણમાં હોવાનો સાનંદ ઉલ્લેખ કર્યો.
વાર્ષિકોત્સવ પ્રસંગે આ સંસ્થાઓના વાર્ષિક અહેવાલોમાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાનો શ્રી વાઘજીભાઈ કરમટિયા તથા મણારનો શ્રી ડાયાભાઈ ડાંગરે પ્રસ્તુત કરી થયેલ પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓ અંગે સૌને અવગત કરેલ.
આ પ્રસંગે આવેલ સંદેશાઓનું વાચન શ્રી રાજેન્દ્રસિંહ વાળાએ કર્યું. આભારવિધિ શ્રી સુરશંગભાઈ ચૌહાણે કરેલ.
કાર્યક્રમના સંચાલનમાં શ્રી મૈત્રીબેન કરમટિયા તથા શ્રી સનુબેન બારૈયા રહેલ.
અહી ભાતીગળ સુશોભનમાં શ્રી રૂપાબેન પટેલ તેમજ શ્રી ગૌરાંગભાઈ વોરાના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓએ સુંદર સજાવટ અને મંચ આયોજન કરેલ. આ પ્રસંગે શ્રી ભરતભાઈ દવેના માર્ગદર્શન સાથે વિદ્યાથીઓના સંગીતવૃંદ દ્વારા શ્લોક તેમજ ગીતગાન રજૂ થયેલ.
વાર્ષિકોત્સવ સંમેલન પ્રસંગે સંસ્થા પરિવારના શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી લાલજીભાઈ નાકરાણી, ફાઝલભાઈ ચૌહાણ સહિત ભૂતપુર્વ કાર્યકર્તાઓ જોડાયા હતા. અહી શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણી, શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી મેહુરભાઈ લવતુકા, શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા અને કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓ સામેલ થયા હતા.
Recent Comments