આંબલા અકસ્માત મરણ બાળકોને શ્રદ્ધાંજલિ સહાય શ્રી મોરારિબાપુ
આંબલા ગામે સિમેન્ટ કારખાનામાં અકસ્માતે મરણ પામનાર બાળકોને શ્રી મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી સંવેદના સાથે રૂપિયા ૩૦ હજાર સહાય અર્પણ કરી છે. સિહોર તાલુકાનાં આંબલા ગામે સિમેન્ટની સામગ્રી બનાવતાં કારખાનામાં અકસ્માતે શ્રમિક પરિવારનાં બાળકોનાં મરણ થયાં હતાં. પરપ્રાંતીય શ્રમિક નિલેશભાઈ ભગોરાનાં બાળકો રાજવીર તથા જયરાજનાં કરૂણ મરણ થતાં શ્રી મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ આપી છે અને સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર લેખે બંને બાળકોનાં મળી રૂપિયા ૩૦ હજાર સહાય અર્પણ કરી છે. આંબલા ગામે કાર્યકર્તાઓ અને કારખાનેદારની હાજરીમાં આ સહાય આપવામાં આવી છે.
Recent Comments