ભાવનગર

આંબલા ખાતે યોજાયેલ પ્રદર્શનમાં સંગીત સંધ્યાની મોજ સૌએ માણી

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આયોજન થયું હતું, જેમાં યોજાયેલ સંગીત સંધ્યાએ મોજ કરાવી હતી. ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ વ્યાસની ઉપસ્થિતિ સાથે અહી સંગીત સંધ્યામાં નવાગામ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અગરશંગભાઈ સોલંકી દ્વારા સુંદર ગાન રજૂ થયેલ. શ્રી ધ્રુવભાઈ પંડ્યાની પણ પ્રસ્તુતિ રહી હતી.  આ આયોજન સંકલનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ સાથે શ્રી યાજુષીબેન ભટ્ટ રહ્યા હતા. સંસ્થાના આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયા અને કાર્યકર્તા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

Related Posts