રાષ્ટ્રીય

આંબેડકર જયંતિના દિવસે શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા વધારો કરતી ગુજરાત સરકાર

આંબેડકર જયંતિના દિવસે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમારે શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદામાં વધારો કર્યો છે. ગુજરાત સરકાર ના આ ર્નિણયથી ૫૦ લાખનો વધારાનો બોજ સરકારી તિજાેરી પર પડશે. અનામત શ્રેણીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા ૨.૫ લાખના સ્થાને ૬ લાખ કરવામાં આવી છે. પ્રદીપ પરમાર સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે, તેમના આ ર્નિણયથી આશરે ૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. આ સિવાય સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે.મંત્રી પ્રદીપ પરમારના આ ર્નિણયથી લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે.

Related Posts