fbpx
અમરેલી

આંસોદર માધ્યમિક શાળા માં હેલ્થ સેમિનાર નું આયોજન

દામનગર આંસોદર માધ્યમિક શાળા માં હેલ્થ સેમિનાર નું આયોજન

આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના આંસોદર ની માધ્યમિક શાળા કે વી વાવડીયા વિદ્યામંદિર ખાતે એન સી ડી સ્ક્રીનીંગ એન્ડ હેલ્થ અવેરનેસ સેમિનાર નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં શાળા ના  તમામ વિદ્યાર્થીઓ નું બીપી, ડાયાબિટીસ વેગેરે બિનચેપી રોગો માટે ની તબીબી તપાસ, લોહી અને સુગર ના લેબ રિપોર્ટ કરી સારવાર આપેલ હતી. ઉપરાંત, નોન કોમ્યુનિકેબલ ડીસિઝ વિષયક આરોગ્ય શિક્ષણ માટે સેમિનાર નું આયોજન કરેલ હતું. જેમાં કિશોરાવસ્થા માં બીપી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો નિવારવા તકેદારીના પગલાં અને ઇમરજન્સી માં જીવન રક્ષક કૃત્રિમ શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયાઓ, પોષક આહાર, તમાકુ નિષેધ, આભા કાર્ડ જનરેશન, સ્વચ્છતા અને વરસાદી ઋતુ માં  વાહકજન્ય રોગો વિશે માર્ગદર્શન આપેલ હતું. લાઠી ના ડો. આર આર મકવાણા અને આંસોદર ના ડો રોહિત ગોહિલ ના માર્ગદર્શન હેઠળ આર બી એસ કે વિભાગ ના નોડલ ડો. હરિવદન પરમાર, જયરાજ મોભ અને ગાયત્રી રાઠોડ દ્વારા સમગ્ર કામગીરી કરવા માં આવી હતી.

Follow Me:

Related Posts