fbpx
બોલિવૂડ

આઇએમડીબીએ આ વર્ષની ટૉપ ૧૦ વેબસીરીઝનુ લિસ્ટ જાહેર કર્યું

ફિલ્મની સરખામણીમાં આજકાલ વેબસીરીઝની બોલબાલા ખુબ વધી ગઇ છે, ઓટીટી પર દરરોજ નવી નવી એક્શન, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર વેબસીરીઝ સ્ટ્રીમ થાય છે, જેને દર્શકો પણ ખુબ પસંદ કરે છે. આ વેબસીરીઝની રેટિંગ્સની વાત કરીએ તો વર્ષ ૨૦૨૨ના ૬ મહિના પુરા થઇ ચૂક્યા છે, અને આવામાં ઇન્ટરનેટ મૂવી એટલે કે આઇએમડીબીએ આ વર્ષની ટૉપ ૧૦ વેબસીરીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે.
કેમ્પસ ડાયરીઝ ની કહાણી કૉલેજ લાઇફની આજુબાજુ ફરે છે, સ્ઠ પ્લેયર પર સ્ટ્રીમ થયેલી આ સીરીઝને આઇએમડીબી તરફથી ૯ રેટિંગ મળ્યુ છે.
રૉકેટ બૉયઝ – આઠ એપિસૉડની વેબ સીરીઝ ‘રૉકેટ બૉયઝ’ બે એવા દોસ્તોની કહાણી છે, જે વિજ્ઞાનને એક લેવલ પર લઇ જવા માટે અને પોતાના સપના પુરા કરવા માટે સંઘર્ષ કરે છે, આને ૮.૯ રેટિંગ મળ્યુ છે.
પંચાયત – પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી જિતેન્દ્ર કુમારની વેબસીરીઝ પંચાયતને પણ ૈંસ્ડ્ઢમ્ તરફથી ૮.૯ રેટિંગ મળ્યુ છે.
ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર – ઋચા ચઢ્ઢા, પ્રતિક ગાંધીની વેબ સીરીઝ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર છે. આને તમે ડિઝ્‌ની હૉટસ્ટાર પર જાેઇ શકો છો. ૈંસ્ડ્ઢમ્ તરફથી આને ૭.૩ રેટિંગ મળ્યુ છે.
હ્યૂમન – વેબ સીરીઝને તમે ડિઝ્‌ની હૉટસ્ટાર પર જાેઇ શકો છો. આ સીરીઝ હૉસ્પીટલની દુનિયાને બતાવે છે, જેના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોય, આને ૮ રેટિંગ મળ્યુ છે.
યે કાલી કાલી આંખે – નેટફ્લિક્સની સીરીઝ ‘યે કાલી કાલી આંખે’ લવ એન્ગલ અને ક્રાઇમ થ્રિલરથી ભરેલી છે, આને ૭ રેટિંગ મળ્યુ છે.
અપહરણ ૨ – વૂટ સિલેક્ટ પર આવેલી વેબ સીરીઝ અપહરણ ૨ને દર્શકોએ ખુબ પસંદ કરી છે, અને આને ૮.૫ નું રેટિંગ આપવામાં આવ્યુ છે.
એસ્કેપ લાઇવ – ડિઝ્‌ની હૉટસ્ટાર પર આવેલી ડિજીટલ રિયાલિટી શૉ ‘એસ્કેપ લાઇવ’ ને ૭.૮ રેટિંગ આપવામાં આવ્યુ છે.
ધ ફેમ ગેમ – બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને સંજય કપૂર અભિનીત વેબ સીરીઝ ‘ધ ફેમ ગેમ’ને ૭ રેટિંગ મળ્યુ છે.
માઇ – વેબ સીરીઝ ‘માઇ’ની કહાની એક એવી મહિલા પર આધારિત છે, જે પોતાની દીકરીની હત્યાના મૂળ સુધી જવાની કોશિશ કરે છે, આ શૉને ૭.૨ રેટિંગ આપવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts