ગુજરાત

આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલી એલઇડી ડેકોરેટીવ ૧૫૦ થી વધુ લાઇટો લઇ ગઠીયા ફરાર, ઘટના CCTV માં કેદ

ગથીયાની ટોળકી સુરત શહેરમાં થઇ ફરી સક્રિય, શેરમાં આવેલ પ્રખીયાત વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીનાં આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલી એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ ૧૫૯ કિંમત રૂ. ૩.૧૮ લાખની ચોરીને ભાગી ગયા હતા. વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લાઇટો લગાવવામાં આવેલી છે. એસએમસી દ્વારા કુલ ૫૦૦ એલઇડી ડેકોરેટીવ લેટરન લગાવેલી હતી જે પૈકી ૧૫૯ નંગ કિંમત રૂ. ૩.૧૮ લાખની ચોરી થઇ ગઇ હતી. જેની જાણ જીસ્ઝ્રનાં ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર વિજય ચંદુ પટેલને થતા જ તે તુરંત જ દોડી ગયો હતો અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. વિજય પટેલ વેસુ વિસ્તારનાં વિઆઇપી રોડ પર આવેલાં સમર્થ એન્કલવમાં રહે છે. સ્થાનિક વિસ્તારમાં લગાવેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા પલસર બાઇક પર ચોર આવ્યો હતો અને તે ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢીને ચોરીક રતો નજર આવે છે. તેની બાઇકનો નંબર છે ય્ત્ન-૫ હ્લય્-૮૧૬૧ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરનાર બાઇક સવાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા ૫૦૦ જેટલી લાઇટો લગાવી છે. જેમાંથી ૧૫૯ લાઇટ અને અન્ય સાધનોની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો છે.

Related Posts