આઇ ખેડુત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) દ્રારા છંટકાવ માટે સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી પાક સંરક્ષણ રસાયણો/નેનો યુરીયા/FCO માન્ય પ્રવાહી ખાતરો /જૈવિક ખાતરનો છંટકાવ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતા દ્રારા કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) દ્રારા છંટકાવ માટેની સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ પર તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડુતોને સદર યોજનામાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓ ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે આથી, અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વ મંજુરી મળ્યા બાદ નિયમોનુસાર છંટકાવની કામગીરી કરાવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments