આઇ.ટી.આઇ. ઉમરાળા ખાતે ભરતીમેળાનું આયોજન
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૩ એકમ(કંપની)માં ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, એક્સપોર્ટ એક્સિક્યુટિવ, ઓફિસ એક્સિક્યુટિવ, અકાઉંટન્ટ, બ્રાન્ચ મેનેજર, આસી.બ્રાન્ચ મેનેજર, એજન્ટ એડ્વાઇઝર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજયુએટ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૬/૧૨/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, આઈ.ટી.આઈ – ઉમરાળા, ઉમરાળા-ટિંબી રોડ, તા.ઉમરાળા, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
Recent Comments