fbpx
રાષ્ટ્રીય

આઇ.ટી.આર માં ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી શરૂ

નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે સોમવારે કહ્યું કે આવકવેરા વિભાગે ૧ લાખથી વધુ આવકવેરાની નોટિસ મોકલી છે. આ નોટિસ વિભાગ પાસે ઉપલબ્ધ આવકની માહિતી અને આવકવેરા રિટર્નમાં દાખલ કરેલી વિગતો સાથે મેળ ન ખાતી અથવા આઇ.ટી.આર ફાઇલ ન કરવા અંગે મોકલવામાં આવી છે. આ સિવાય આવકવેરા વિભાગે ઘણા કરદાતાઓ પાસેથી ટેક્સ મુક્તિ બિલ, ભાડા મુક્તિના પુરાવા અને દાનની રસીદો પણ માંગી છે. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે આવકવેરા વિભાગ માર્ચ ૨૦૨૪ સુધીમાં આ નોટિસનો નિકાલ પૂર્ણ કરશે. તે અહીં ૧૬૪મા ઈન્કમ ટેક્સ ડે નિમિત્તે એક કાર્યક્રમમાં બોલી રહી હતી. ૫૦ લાખ કે તેથી વધુ આવક ધરાવતા કરદાતાઓને એક લાખ નોટિસ મોકલવામાં આવી છે. આવકવેરા કાયદા હેઠળ, જાે જરૂરી હોય તો વિભાગ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાના ૬ વર્ષ સુધી તમારા આવકવેરા રિટર્નની ફરીથી તપાસ કરી શકે છે. ર્નિમલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ટેક્સ એસેસમેન્ટના ૬ વર્ષ પછી કોઈ પણ કરદાતાએ કેસ ફરીથી ખોલવાની પરિસ્થિતિનો સામનો કરવો પડશે નહીં. તે જ સમયે, ટેક્સ ભરવાના ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષમાં, કેસ ફક્ત પસંદગીના સંજાેગોમાં જ ફરીથી ખોલવામાં આવશે. આ કેસો પ્રિન્સિપાલ ચીફ કમિશનર સ્તરની પરવાનગીથી જ ફરીથી ખોલવામાં આવશે, તે પણ જ્યારે આવક રૂ. ૫૦ લાખથી વધુ હોય. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ટેક્સના દરમાં વધારો કર્યો નથી. આમ છતાં આવકવેરાની વસૂલાત વધી રહી છે. આ આવકવેરા વિભાગની કાર્યક્ષમતાને કારણે છે. નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક ૭.૨૭ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. આ જ કાર્યક્રમમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (ઝ્રમ્ડ્ઢ્‌)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે ૭ ટકા ૈં્‌ઇ ફાઇલ કરનારાઓ પ્રથમ વખત રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. તેમની સંખ્યા ૩૧ જુલાઈ ૨૦૨૩ની છેલ્લી તારીખ સુધી વધી શકે છે. તે જ સમયે, વિભાગ આગામી મહિના સુધીમાં તમામ આઇટીઆર સેટલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે તમારા રિફંડના પૈસા ઓગસ્ટમાં જ આવી શકે છે. આવકવેરા વિભાગ નકલી બિલ, દસ્તાવેજાે વગેરે મૂકીને ૈં્‌ઇમાં રિફંડનો દાવો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. બનાવટી રેન્ટ સ્લિપ, ડોનેશન અને અન્ય બનાવટી બિલો મૂકીને રિફંડનો દાવો કરનારા કરદાતાઓ આવકવેરા વિભાગના રડાર પર છે. આવકવેરા વિભાગ ખાસ કરીને નોકરિયાત લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Follow Me:

Related Posts