આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પણ લગભગ ૪૦ ટકા વિદ્યાર્થીઓને જાેબ નથી મળતી
ભારતમાં આઈઆઈટીને સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓ માનવામાં આવે છે અને તેમાં ભણનારા સ્ટુડન્ટને તગડા પગાર મળતા હોય છે. પરંતુ તાજેતરમાં આ સંસ્થાઓની શાન ઝાંખી પડી હોય તેમ લાગે છે. એક રિપોર્ટ પ્રમાણે આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી પણ લગભગ ૪૦ ટકા વિદ્યાર્થીઓને જાેબ નથી મળી શકતી. એટલું જ નહીં, આઈઆઈટી પાસ કર્યા પછી સ્ટાર્ટિંગ પેકેજ પણ અમુક કિસ્સામાં વાર્ષિક ત્રણ લાખ સુધી પહોંચી ગયા છે. ગ્લોબલ આઈઆઈટી એલ્યુમની સપોર્ટ ગ્રૂપના ધીરજસિંહે આઈઆઈટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશે મહત્વનો ડેટા રિલિઝ કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ વિવિધ આઈઆઈટીઓમાં પ્લેસમેન્ટનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, પરંતુ ચિત્ર એકદમ નિરાશાજનક છે. હજુ સુધી ૩૫થી ૪૦ ટકા વિદ્યાર્થીઓને નોકરી મળી શકી નથી. આ ઉપરાંત પેકેજ પણ એટલા બધા નીચા છે કે સ્ટુડન્ટ ઓફર સ્વીકારવાની ના પાડી દે છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્ટુડન્ટ કરોડો રૂૂપિયાનો પગાર લેવા માટે જાણીતા હોય છે, પરંતુ હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કેટલાક કિસ્સામાં તો પાંચ લાખનો પેકેજ પણ નથી મળતો. ડેટામાં એમ જણાવાયું છે કે, વિવિધ આઈઆઈટીમાં આ વર્ષે ચાલતા પ્લેસમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓને વાર્ષિક માત્ર ત્રણથી ચાર લાખનું પેકેજ મળી રહ્યું છે. ભારતમાં એક તરફ અબજાેપતિઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ પેકેજ ઘટતા જાય છે. તેના કારણે આઈઆઈટીના વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. આ ઉપરાંત દેશના ટોચના યુવા પ્રતિભાઓ માટે પણ આ ખૂબ જ નિરાશાજનક સ્થિતિ છે. ભારતમાં બોમ્બે, કાનપુર, મદ્રાસ, દિલ્હી વગેરે આઈઆઈટી છે.
આ ઉપરાંત પટણા, ઇન્દોર, ગાંધીનગર જેવા શહેરોમાં પણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ શરૂૂ કરવામાં આવી છે. દેશની નંબર ૧ ગણાતી આઈઆઈટી મદ્રાસમાં હાલમાં ૯૦૦ વિદ્યાર્થીઓ જાેબની રાહ જાેઈ રહ્યા છે, જ્યારે બીજા નંબરની આઈઆઈટી દિલ્હીમાં પ્લેસમેન્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ૨૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ૯૦૦ વેઈટિંગમાં છે, ત્રીજા નંબરની આઈઆઈટી બોમ્બેમાં રજીસ્ટર્ડ થયેલા ૨૪૦૦માંથી ૧૩૦૦ વિદ્યાર્થીઓ હજુ પણ જાેબ શોધી રહ્યા છે. આ ડેટા મુજબ દેશમાં ચોથા ક્રમાંકની આઈઆઈટી કાનપુરમાં ૫૦૦ વિદ્યાર્થીઓ બેરોજગાર છે અને પાંચમાં ક્રમાંકની આઈઆઈટી ખડગપુરમાં ૧૩૮૫ વિદ્યાર્થીઓ હાલમાં નોકરીની રાહ જાેઈ રહ્યા છે. આઈઆઈટી ઈન્દોરના ૪૯ ટકા વિદ્યાર્થીઓ, આઈઆઈટી પટણાના ૪૧ ટકા અને આઈઆઈટી ભિલાઈના ૬૩ ટકા વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. તેમને જાેઈએ તેવી જાેબ નથી મળી અને પેકેજ પણ નથી મળતા.આઈઆઈટી બોમ્બેમાં હાલમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં સૌથી વધુ માંગ છે. તેમાં દર વર્ષે આ બ્રાન્ચના વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા પ્લેસમેન્ટ મળે છે, જાેકે આ વર્ષે ૩૬ ટકા વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટ મળ્યું નથી.
Recent Comments