fbpx
રાષ્ટ્રીય

આઈઆઈટી મદ્રાસમાં ફરી ૧૮ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

આઈઆઈટી-મદ્રાસમાં શુક્રવાર(૨૨ એપ્રિલ)ના રોજ વધુ ૧૮ છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. આ પહેલા ૧૨ છાત્ર કોરોના સંક્રમિત મળ્યા હતા. હવે કુલ મળીને આઈઆઈટી-મદ્રાસમાં ૩૦ છાત્ર છે જે કોવિડ-૧૯ પૉઝિટિવ મળ્યા છે. બધા પૉઝિટીવ કેસ હૉસ્ટેલના હતા. આઈઆઈટી પ્રશાસન અને આરોગ્ય વિભાગે આઈઆઈટી પરિસરમાં સ્વચ્છતાના પ્રયત્નો વધારી દીધા છે. પ્રશાસનને સાવચેતીના ઉપાયો પણ મજબૂત કરવા માટે કહેવામાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય સચિવ રાધાકૃષ્ણને પહેલા કહ્યુ હતુ કે, ‘કોવિડના કેસોમાં ધીમે ધીમે વધારો ચિંતાજનક છે. તેમણે કહ્યુ, કેસોના જીનોમ વિશ્લેષણના આધારે ૯૦% મ્છ.૨ પ્રકારના ઓમિક્રૉનના કેસ છે.’ ભારતમાં શુક્રવારે ૨૨ એપ્રિલે કોવિડ-૧૯ના ૨૪૫૧ નવા કેસ નોંધવામાં આવ્યા. આનાથી કુલ ૫,૨૨,૧૧૬ કોવિડ મોત થઈ ચૂક્યા છે. દેશમાં રસીકરણ કરનારની કુલ સંખ્યા શુક્રવાર ૨૨ એપ્રિલના રોજ ૧,૮૭,૨૬,૨૬,૫૧૫ સુધી પહોંચી ગઈ. દૈનિક સકારાત્મકતા દર ૦.૫૫% છે અને સાપ્તાહિક સકારાત્મકતા દર ૦.૪૭% છે.

Follow Me:

Related Posts