fbpx
બોલિવૂડ

‘આઈટમ ગર્લ’ મલાઈકા અરોરા ‘શિક્ષક’ બનવા માંગતી હતી

મલાઈકાને બોલિવૂડમાં ‘ચલ છૈયા છૈયા’ ગીતથી એક અલગ ઓળખાણ મળી હતી. આ ગીતમાં મલાઈકા બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથે જાેવા મળી હતી. આ ગીતમાં બંને ચાલતી ટ્રેનમાં ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. આ પછી મલાઈકા બોલિવૂડમાં સફળતા સાથે આગળ વધતી રહી. તેણે ૧૯૯૮માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૦૨માં બંનેને અરહાન ખાન નામનો પુત્ર થયો. બંનેએ વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા. હાલના દિવસોમાં મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અરોરાની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર કોઈ વીડિયો શેર કરે છે ત્યારે તેને લાખો લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે

.બોલીવુડની આઇટમ ગર્લ મલાઇકા અરોરાનો આજે જન્મદિવસ છે. મલાઈકા અરોરાનો જન્મ ૨૩ ઓક્ટોબર ૧૯૭૩ના રોજ મુંબઈમાં થયો હતો. મલાઈકાએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. મલાઈકાના પિતાનું નામ અનિલ અરોરા છે. જ્યારે તે ૧૧ વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. મલાઈકાએ કારકિર્દીની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તે પછી એમટીવી ઈન્ડિયામાં તેની વીજે તરીકે પસંદગી થઈ. તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું. બોલિવૂડમાં આઇટમ નંબર પણ કર્યા. મલાઈકા અરોરાને કોઈ ઓળખની જરૂર નથી. બોલિવૂડમાં તેની કારકિર્દી સારી નહોતી પરંતુ તેણે પોતાની બોલ્ડ સ્ટાઇલ, ડાન્સ અને પોતાની ફિટનેસથી લોકોને દીવાના બનાવ્યા છે. તે પોતાની ફિટનેસ જાળવવા માટે કસરત અને યોગા કરે છે. હાલમાં તો મલાઈકા કરોડોની સંપત્તિની માલિક છે. મલાઈકા અરોરા જે આજે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ છે તે સ્કૂલમાં છોકરાઓની જેમ ડ્રેસ પહેરતી હતી. તે શાળામાં ખૂબ જ હોશિયાર હતી. કહેવાય છે કે મલાઈકા અરોરા ટીવી એક્ટ્રેસ નહિ પરંતુ સ્કૂલ ટીચર બનવા માંગતી હતી. મલાઈકાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તે પછી ૧૯૯૮માં તેણે “ગુર નાલ ઇશ્ક મીઠાં” ગીતથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. મલાઈકાએ તે પછી ફિલ્મો પણ કરી પરંતુ કંઈ ખાસ સફળ સાબિત થઈ ન હતી. પરંતુ તે હંમેશા તેના ડાન્સ નંબરો માટે ચર્ચામાં રહી છે. કહેવાય છે કે મલાઈકા હાલમાં સૌથી મોંઘી આઈટમ ગર્લ્સમાંથી એક છે. તે એક આઇટમ નંબર માટે એક કરોડ રૂપિયા ચાર્જ લે છે. મલાઇકા તેના પુત્ર અરહાન ખાન સાથે મુંબઇના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં રહે છે. મલાઈકા અરોરા પાસે પણ ઘણી કાર છે. તેમને ભારતની ટોચની ૧૦૦ હસ્તીઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts