આઈપીએલ ૨૦૨૨ના ઓક્શનમાં ચારુ શર્માની ભૂલ સામે આવી
આઈપીએલ ૨૦૨૨ના મેગા ઓક્શનમાં એક મોટુ બ્લન્ડર સામે આવ્યુ છે. આ ઓક્શનમાં હરાજી કરાવનાર શખ્સ ચારુ શર્માની મોટી ભૂલ સામે આવી છે. ચારુ શર્માની ભૂલથી મુંબઈ ઈન્ડિયન્સનો ખરીદાયેલો પ્લેયર દિલ્હી કેપિટલ્સને મળી ગયો. ચારુ શર્માએ ભારતીય બોલર ખલીલ અહેમદની બોલી લગાવતા સમયે કોઈ ટીમે ઉંચી બોલી લગાવી અને તેથી મોટી ચૂક થઈ. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. ભારતના તેજ બોલર ખલીલ અહેમદને ખરીદવા માટે મુંબઈ અને દિલ્હીની વચ્ચે રીતસરની રેસ ચાલી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ખલીલ પર ૫.૨૫ કરોડની બોલી લગાવી હતી. તેના બાદ ચારુએ દિલ્હીને પૂછ્યુ કે, શુ તેઓ ૫.૫૦ કરોડની બોલી લગાવવા માંગે છે. દિલ્હીના કિરણ કુમાર ગ્રાંધીએ પહેલા બોલી લગાવવા માટે પેડલ ઉઠાવ્યુ, પરંતુ તેના બાદ તરત નીચે કરી દીધું. અહી પર જ ચારુ શર્મા ભૂલી ગયા કે, મુંબઈએ ખલીલ પર કેટલી બોલી લગાવી હતી. અહીંથી તેમણે બોલવાનુ શરૂ કર્યુ કે, દિલ્હીએ ખલીલ પર ૫.૨૫ કરોડની બોલી લગાવી છે. હવે તેમણે મુંબઈને પૂછ્યુ કે, શુ તેઓ ખલીલ પર ૫.૫૦ કરોડની બોલી લગાવવા માંગે છે. મુંબઈએ આવુ કરવાની ના પાડી દીધી અને ખલીલ અહેમદ ૫.૨૫ કરોડમાં દિલ્હીની ટીમમાં સામેલ થઈ ગયા. જ્યારે કે મુંબઈએ આ કિમત પર તેમને ખરીદવા માટે બોલી લગાવી હતી.
Recent Comments