fbpx
રાષ્ટ્રીય

આઈસીસીએ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી કર્યો સન્માનિત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી સન્માનિત કર્યો છે. ધોનીએ ૨૦૧૧માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્‌સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા એટલે કે કાલે રવિવારે આઇસીસીએ ધોનીને આ દાયકાની વનડે અને ટી૨૦ ટીમનો કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો.
વર્ષ ૨૦૧૧માં નૉટિંઘમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના બેટ્‌સમેન ઇયોન મોર્ગને જ્યારે લેગ સાઇડ પર શૉટ રમ્યો તે મોર્ગન અને બીજા છેડા પરના બેટ્‌સમેન રહેલા ઇયાન બેલને લાગ્યુ કે દડો બાઉન્ડ્રી બહાર નીકળી ગઇ છે. એટલુ જ નહીં ફિલ્ડિંગ કરનારા ઇશાંત શર્માને પણ લાગ્યુ કે બૉલ બાઉન્ડ્રી રૉપને અડી ગયો છે. આ પછી આ પછી જ્યારે ઇશાંતે બૉલ ધોનીને આપ્યો, તો ધોનીએ ગિલ્લીઓ ઉડાવી દીધી અને આઉટની અપીલ કરી હતી.
આ પછી જ્યારે ત્રીજા એમ્પાયરે ટીવી રિપ્લે જાેઇ તો ખબર પડી કે બૉલ બાઉન્ડ્રી રૉપને નથી અડી, આ પછી એમ્પાયરે બેનને આઉટ જાહેર કરી દીધો. પરંતુ ધોનીએ ખેલ ભાવના બતાવતા બેલને પાછો બોલાવી લીધો અને ફરીથી રમવાનો મોકો આપ્યો હતો. બેલ તે સમયે ૧૩૭ રન પર બેટિંગ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાલ એટલે કે રવિવારે આઇસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આ દાયકાની પોતાની વનડે અને ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

Follow Me:

Related Posts