આઈ.ટી.આઇ-ધારી ખાતે તા. ૧૦ જૂન,૨૦૨૪ થી તા.૧૨, જૂન, ૨૦૨૪ સુધી ‘ફ્રી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પ’નું સવારે ૧૦:૩૦ વાગ્યા થી ૧૨:૩૦ વાગ્યા સુધી આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. કેમ્પમાં ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થાની તાલીમથી વાકેફ થાય તેમ જ ઉમેદવારોને રોજગારલક્ષી તાલીમ મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ અંતર્ગત કોમ્પ્યુટર ગૃપ, સિવણ ગૃપ, ઇલેકટ્રીક ગૃપ, મિકેનિક ગૃપ, ઓટોમોબાઇલ ગૃપ, જેવા વિવિધ ગૃપની પ્રાયોગિક તાલીમ યોજાશે. ઉપરાંત તાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સંસ્થા સંપૂર્ણ સરકારી સંસ્થા છે, ભાગ લેવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ ૯૭૨૬૬ ૬૭૩૬૨ પર પોતાનું નામ લખી વ્હોટસએપ મેસેજ કરી તા. ૦૯ જૂન, ૨૦૨૪ સુધીમા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ આચાર્ય શ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા-ધારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઇ-ધારી ખાતે આગામી તા.૧૦ જૂનના રોજ ‘ફ્રી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પ-૨૦૨૪’ યોજાશે

Recent Comments