અમરેલી જિલ્લાના ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા’નું આયોજન આગામી તા.૧૦ ઓકટોબર, ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે આઈ.ટી.આઈ. અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. ભરતી મેળામાં અમરેલી જિલ્લાના અગ્રગણ્ય એકમો ભાગ લેવાના છે. જિલ્લાના વાયરમેન, ઇલેક્ટ્રીશીયન, ફિટર, મિકેનિક, ડીઝલ, એમ.એમ.વી. વેલ્ડર, કોપા સહિતના વિવિધ ટ્રેડમાં તાલીમ મેળવેલા અને ગ્રેજ્યુએટ થયા હોય તેવા કુશળ ઉમેદવારો, તાલીમાર્થીઓ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી, માર્ગદર્શન અને વિગતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઈ.ટી.આઈ.) રેલવે સ્ટેશનની બાજુ, સ્ટેશન રોડ, અમરેલી ખાતેથી મળી શકશે, તેમ આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઈ. અમરેલી ખાતે તા.૧૦ ઓકટોબરે ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા’ નું આયોજન

Recent Comments