અમરેલી

આઈ.ટી.આઈ. અમરેલી ખાતે ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા’નું આયોજન

અમરેલી જિલ્લાના ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા’નું આયોજન આગામી તા.૯ જાન્યુઆરી, ૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે આઈ.ટી.આઈ. અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. ભરતી મેળામાં અમરેલી જિલ્લાના અગ્રગણ્ય એકમો ભાગ લેવાના છે. આ ભરતી મેળામાં કોપા, વેબ ડિઝાઈનીંગ  ટ્રેડમાં તાલીમ મેળવેલા અને ગ્રેજ્યુએટ થયા હોય તેવા કુશળ ઉમેદવારો, તાલીમાર્થીઓ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી, માર્ગદર્શન અને વિગતો ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઈ.ટી.આઈ.) રેલવે સ્ટેશનની બાજુ, સ્ટેશન રોડ, અમરેલી ખાતેથી મળી શકશે, તેમ  આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts