fbpx
અમરેલી

આઈ.ટી.આઈ, અમરેલી ખાતે સ્કિલ એક્સપો-૨૦૨૩ અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન યોજાશે

આઈ.ટી.આઈ કેમ્પસ, લાઠી રોડ, અમરેલી ખાતે તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૦૪:૩૦ વાગ્યા સુધી સ્કિલ એક્સપો-૨૦૨૩ અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન યોજવામાં આવશે. ભારત સરકાર યુવાઓના કૌશલ્યને વિકસિત કરવા માટેનું પ્રોત્સાહન આપી યુવા સશક્તિકરણ માટે વિકાસપથ પર આગળ વધી રહી છે.

સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત યુવાઓમાં કૌશલ્ય નિર્માણ થાય અને દેશમાં કુશળ યુવાઓને  રોજગારી માટેની વધુ સારી તકો પ્રાપ્ત થાય તે માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે. “Skill is the only way of success” વિચાર થકી દેશના યુવાઓમાં ક્ષમતાઓ વિકસી રહી છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને ઉપસ્થિત રહેવા, આઇ ટી આઇ આચાર્યશ્રી  દ્વારા એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts