અમરેલી જિલ્લામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ અમરેલી જિલ્લામાં કાર્યરત તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ચાલતા જી.સી.વી.ટી.ના વ્યવસાયોમાં પ્રવેશ પ્રક્રિયાનો પાંચમો તબક્કો હાથ ધરવામાં આવશે. આ વિવિધ વ્યવસાય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ પ્રક્રિયા આગામી તા.૦૫/૦૯/૨૦૨૨ થી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી હાથ ધરાશે.આ પ્રવેશ પ્રક્રિયા દૈનિક મેરિટના આધારે કરવામાં આવશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરાવવું. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં જરુરી ડોક્યુમેન્ટ્સ સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો, જાહેર રજા સિવાયના દિવસો દરમિયાન રુબરુ સંપર્ક કરવાનો રહેશે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલીના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈ.ટી.આઈ.માં જી.સી.વી.ટી.ના વ્યવસાયો માટે પ્રવેશ પ્રક્રિયા

Recent Comments