અમરેલી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) સાવરકુંડલા ખાતે આગામી તા.૧૩ ફેબ્રુઆરી, ૨૩ ને સોમવારના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાશે. આ એપ્રેન્ટીસ મેળામાં આઈ.ટી.આઈના વિવિધ ટ્રેડ જેવા કે, મિકેનિક, કો.પા, એમ.એમ.વી તેમજ ધો.૧૦-ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે.
આ એપ્રેન્ટીસ મેળામાં વિવિધ ખાનગી અગ્રગણ્ય એકમો દ્વારા તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવશે. એપ્રેન્ટીસ મેળાનો પ્રારંભ આઈ.ટી.આઈ સાવરકુંડલા મહુવા રોડ, ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યાથી થશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ એપ્રેન્ટીસ મેળાનો લાભ લેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments