આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે સમર સ્કીલ વર્કશોપ અને વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ
આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે “ સમર સ્કીલ વર્કશોપ અને વર્લ્ડ નો ટોબેકો ડે “અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં CDPO ભટ્ટ મેડમ , કન્યાશાળાનાં આચાર્ય ભારતીબેન રાઠોડ , આઈ.ટી.આઈ.સાવરકુંડલા નાં આચાર્ય જી.પી. સરવૈયા સાહેબ , ફોરમેન સી.એમ.વેકરિયા સાહેબ તથા આઈ.ટી.આઈ. સાવરકુંડલાનાં કર્મચારીઓ અને તાલીમાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમર સ્કીલ વર્કશોપ સેમીનારમાં ભાગ લેનારા તાલીમાર્થીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. અને “World No Tobacco Day” – Theme : “We need food, not tobacco” અનુસંધાને આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે Tobacco Control Awareness ના વિવિધ કાર્યક્રમો જેવા કે, વકૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝેન્ટેશન, ચિત્ર સ્પર્ધા વગેરે આયોજિત કરવામાં આવેલ જેમાં સંસ્થા ખાતેના અધિકારી/કર્મચારી ગણ તેમજ તાલીમાર્થીઓ પાસે તમાકુ અને તમાકુની બનાવટોના ઉપયોગ ન કરવા અંગેના કન્યાશાળાનાં આચાર્ય ભારતીબેન રાઠોડ દ્રારા શપથ લેવડાવેલ હતા.
Recent Comments