fbpx
ગુજરાત

આકરા તાપમાં લૂ લાગવાથી બચવા બપોરે બે થી ચાર સુધી બહાર નીકળવાનું ટાળવું

હાલ ઉનાળાની ઋતુ શરુ થઈ ચુકી હોવાથી દિવસ દરમ્યાન આકરા તાપમાં લૂ લાગવાની સંભાવના રહે છે. લૂ થી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને હીટ વેવ દરમ્યાન બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખવું. અવાર-નવાર ભીનાં કપડાથી શરીર લૂછે રાખવું. વારંવાર ઠંડુ પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. બાળકો માટે કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન નીચુ આવે ત્યાર બાદ જ સ્નાન કરવુ, શકય હોય તો ઘરના બારી અને બારણા સાથે ઘાસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું.

બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફવાળી દૂધની અને માવાની આઈટમ ખાવી નહી. ઉપવાસ કરવાનું ટાળવું, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું પણ શકય હોય તો ટાળવું લૂ લાગવાના લક્ષણોમાં માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું – ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કર આવવા,આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, તેમજ અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે જેવી અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સવારી દવાખાનાનો સંપર્ક કરવો. રોજિંદા વપરાશમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય, રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

Follow Me:

Related Posts