fbpx
રાષ્ટ્રીય

આકાશમાં ઉડતા વિમાનનો એકાએક ખુલી ગયો દરવાજાે, વિડીયો જાેઈને ફફડી ગયા લોકો

ફ્લાઈટ કે પ્લેનને લગતા અનેક અકસ્માતો સામે આવતા રહે છે, પરંતુ કલ્પના કરો કે કોઈ ફ્લાઈટ હવામાં ટેકઓફ થઈ છે અને તેમાં મુસાફરો હોય અને એકાએક અચાનક તેનો દરવાજાે ખુલશે તો શું થશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે અચાનક પ્લેનનો દરવાજાે ખુલી ગયો. જે ડરામણો વીડિયો હાલમાં વાયરલ થયો છે. વાસ્તવમાં, આ વિમાને ૯ જાન્યુઆરીએ રશિયાના સાયબેરીયન ક્ષેત્રમાં સ્થિત મગન નામની જગ્યાથી ઉડાન ભરી હતી. ધ મિરરના એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર આ પ્લેન મગાડન જવાનું હતું. મળતી માહિતી મુજબ પ્લેનમાં ૨૫ મુસાફરો અને ક્રૂ મેમ્બર હાજર હતા. જ્યારે આ વિમાને ઉડાન ભરી ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી પડી રહી હતી.

જેવું આ વિમાન ઉપર ગયું અને મગદાન તરફ ઉડ્યું કે તરત જ તેનો દરવાજાે અચાનક ખુલી ગયો. નવાઈની વાત એ છે કે પ્લેનનો જે દરવાજાે ખુલ્લો હતો તેનો ઉપયોગ સામાન લોડિંગ અને અનલોડ કરવા માટે થાય છે. આ દરવાજાે ખૂલતાંની સાથે જ તેજ ગતિના પવનને કારણે પ્લેનની અંદરના પડદા ઉડવા લાગ્યા હતા. જેના કારણે પ્લેનની અંદરનું તાપમાન ઘણું ઘટી ગયું હતું. પ્લેનમાં હાજર એક મુસાફરે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. પ્લેનમાં બેઠેલા યાત્રીઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને ત્યારપછી પ્લેનના પાયલટે તેને લેન્ડ કરવાનો ર્નિણય લીધો. સદ્ભાગ્યે, પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું અને તેમાં બેઠેલા તમામ મુસાફરો અને અન્ય સભ્યો સલામત છે.

Follow Me:

Related Posts