રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા વલ્લભ સંપ્રદાયની મુખ્ય પીઠ શ્રીનાથજી મંદિરથી જીઓ ૫જી નેટવર્કનો શુભારંભ થયો છે. રિલાયંસ જિયોએ શનિવારે શ્રીનાથજી મંદિરમાં ૫જી નેટવર્કની શુભ શરુઆત કરી હતી. તેના લોન્ચિંગમાં જિયો કંપનીના ચેરમેન આકાશ અંબાણી સહપરિવાર નાથદ્વારા પહોંચ્યા હતા. ગત દિવસોમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શ્રીનાથજીના દ્વાર પહોંચ્યા હતા. તેમણે સંકેત આપ્યા હતા કે, જિયોનું ૫જી નેટવર્ક સેવાનો શુભારંભ શ્રીનાથજી મંદિરમાંથી પ્રારંભ થશે. મુકેશ અંબાણીનો પરિવારનો શરુઆતથી જ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. અને કેટલાય મોટો શુભ પ્રસંગોમાં લગ્ન પહેલા આખો પરિવાર શ્રીનાથજી મંદિરમાં આવે છે. આ અગાઉ ૨૦૧૫માં પણ મુક્શે અંબાણીએ જિયો કંપનીની ૪જી સેવા અહીંથી શરુ કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ હજુ ગયા મહિને જ નાથદ્વારાની મુલાકાત લીધી હતી. તેમણે વાયદો કર્યો હતો કે કે તેઓ આ મંદિરમાં ૫ય્ સર્વિસ લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૫માં તેમણે મંદિરની મુલાકાત દરમિયાન ૪ય્ લોન્ચ કર્યું હતું. ૪ ઓકટોબરે રિયાલન્સ જીઓ દ્વારા ભારતમાં અધિકૃત રીતે ્િેી ૫ય્ સર્વિસ લોન્ચ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ્િેી ૫ય્ ( ટ્રૂ ૫જી ) સર્વિસ બીટા ટ્રાયલ રૂપે મુંબઈ, દિલ્હી, કલકત્તા અને વારાણસીમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. અને ૨૦ ઓક્ટોબરથી તે નાથદ્વારા અને ચેન્નઈમાં પણ આવી ગઈ છે.
Recent Comments