રાષ્ટ્રીય

આખરે જાફર એક્સપ્રેસ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ; હુમલો કરનારા ૩૩ આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે સેનાનો દાવો છે કે ૨૪ કલાક ચાલેલા આ ઓપરેશનમાં બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ)ના તમામ ૩૩ બળવાખોરો માર્યા ગયા છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવ્યા છે. મ્ન્છના ચુંગાલમાંથી ૨૧૨ મુસાફરોને છોડાવવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં વિદ્રોહીઓએ ૨૧ બંધકોને મારી નાખ્યા છે અને તમામ ૩૩ બળવાખોરોને મારી નાખ્યા છે. અગાઉ મ્ન્છએ ૧૫૦થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જાફર એક્સપ્રેસ મંગળવારે સવારે ૯ વાગ્યે પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. આ ટ્રેન બપોરે ૧.૩૦ વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. જે જગ્યાએથી ટ્રેન પસાર થઈ રહી હતી તે પહાડી વિસ્તાર છે. અહીં ૧૭ ટનલ છે, જેના કારણે ટ્રેનની સ્પીડ ધીમી કરવી પડી હતી, જેનો ફાયદો ઉઠાવીને મ્ન્છએ મશફાકમાં ટનલ નંબર ૮ને ઉડાવી દીધી હતી. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને ટ્રેન હાઈજેક થઈ ગઈ હતી.
મ્ન્છ દ્વારા સંપૂર્ણ આયોજન સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. મ્ન્છ લડવૈયાઓ પહેલેથી જ ઓચિંતો છાપો મારીને બેઠા હતા. મ્ન્છએ તેના સૌથી ઘાતક લડવૈયાઓ માજીદ બ્રિગેડ અને ફતેહને હુમલા માટે તૈયાર કર્યા હતા.
પાકિસ્તાની સેનાના ઓપરેશનને કારણે આતંકીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. મ્ન્છ વિદ્રોહીઓએ મશ્કફ ટનલમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી. આ ટનલ ક્વેટાથી ૧૫૭ કિલોમીટરના અંતરે છે. આ ટનલ જ્યાં આવેલી છે તે વિસ્તાર ખૂબ જ દુર્ગમ પહાડી વિસ્તાર છે, જેમાંથી સૌથી નજીકનું સ્ટેશન પહારો કુનરી છે. હાઇજેક કરાયેલી ટ્રેન બોલાન પાસ પર ઉભી હતી. આ આખો વિસ્તાર ટેકરીઓ અને ટનલથી ઘેરાયેલો છે.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી વધુ મુશ્કેલીગ્રસ્ત પ્રાંત છે. ૧૯૪૮થી અહીં બલોચ અને પાકિસ્તાની સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેના પર સતત હુમલા થઈ રહ્યા છે.

Follow Me:

Related Posts