સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વતની યોગીભાઈ પટેલ ૧૭ દિવસમાં ૧૭૦૦ કિલોમીટરની થોરડી થી અયોધ્યા સુધીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને અત્યારે પોતાના વતન થોરડી પરત ફરતા ગ્રામજનો દ્વારા યોગીભાઈ પટેલનું ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. . આ પ્રસંગે તેમણે પરિવાર તેમજ મિત્રો સાથે તસવીરો પણ લીધી હતી. યોગીભાઈને મળવા માટે તેમના મિત્રો સાવરકુંડલાથી પરેશભાઈ પઢિયાર ખાસ તેમને મળવા માટે છ આવ્યા હતાં. રામનવમીનાં આ પવિત્ર તહેવારમાં યોગીભાઈ પટેલના હરખથી સામૈયા કરવામાં આવ્યા સમગ્ર યાત્રા પ્રવાસ દરમિયાન ગુજરાત, યુ. પી. અને એમ.પી. ના લોકો દ્વારા પણ ખૂબ સપોર્ટ મળેલ તેમ યોગીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આખરે થોરડી થી અયોધ્યા સુધીનું ૧૭૦૦ કિલોમીટરનું અંતર એકલા સાયકલ દ્વારા કાપી પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કરી પોતાના માદરે વતન થોરડી ખાતે યોગીભાઈ પટેલનું આગમન થતાં ગ્રામજનોએ હરખથી વધાવ્યા.

Recent Comments