આખલાએ બાળકીને અડફેટે લેતાં બાળકીને ૧૧ ટાંકા આવ્યા
કટોસણ રોડ બજાર અને ગામમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ગામમાં રાવળવાસ પાસે બે આખલાની લડાઇમાં નાની બાળકી અડફેટે ચડી જતાં તેના માથામાં ૧૧ ટાંકા આવ્યા હતા. જેને પગલે રહીશોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. કટોસણ રોડના રાવળવાસમાં ઝઘડતાં બે આખલાએ રાવળ વિક્રમભાઈ બાબુભાઈની દીકરી હનીને અડફેટે લઇ ફંગોળતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ડોક્ટરે તેના માથામાં ૧૧ ટાંકા લઇ સારવાર કરી હતી. બનાવના પગલે પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટનાથી રખડતાં ઢોરની સમસ્યા નાથવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જાેકે, હવે તંત્ર ગંભીરતા દાખવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તે જરૂરી છે.
Recent Comments