આગામી ચૂંટણી સબંધે રાજ્ય ચૂંટણી પંચ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડીને તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના તમામ વિશ્રામ ગૃહ, ડાક બંગલાઓ, સરકારી, અર્ધસરકારી તમામ આરામગૃહો તેમજ જાહેરસ્થળોનો ચૂંટણીલક્ષી ઉપયોગ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી શ્રી એ.બી.પાંડોરે પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી કરવાનો રહેશે અને ભંગ કરનાર વ્યક્તિ સામે સને-૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કડક પગલાં લેવામાં આવશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ અન્વયે શિક્ષાને પાત્ર ઠરશે.
આગામી ચૂંટણી અંતર્ગત સરકારી વિશ્રામગૃહોના ચૂંટણીલક્ષી ઉપયોગ પર પ્રતિબંધ

Recent Comments