અમરેલી શહેરી વિસ્તારના તમામ મકાનો કે ઈમારતોના તમામ માલિકોએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખી તેઓએ પોતાના મકાનનો ભયજનક/ જર્જરિત ભાગ તાકીદે ઉતારીને બાકીના ભાગને તાકીદે સુરક્ષિત કરવાનો રહેશે. જો મકાન કે ભયજનક/ જર્જરિત ભાગ પડી જવાથી તે મિલકત કે આસપાસની મિલકતને કે જાનમાલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાન/ઇમારતના માલિકોની રહેશે. આવા મકાનમાં કોઈ વ્યક્તિના પ્રવેશ કે વસવાટ કે અન્ય કોઈ ઉપયોગ કરવો નહીં તેમ જ આવા મકાનની આસપાસ અવરજવર કરવી નહીં તથા આજુબાજુના મકાન ઉપયોગ કરતા હો તો સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવાણી રહેશે
આગામી ચોમાસાને ધ્યાને લઇ અમરેલી શહેરના જર્જરિત મકાનોનું તાકીદે સમારકામ કરાવવા નગરપાલિકાની અપીલ

Recent Comments