fbpx
અમરેલી

આગામી તા. ૧૯ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના હસ્તકની જિલ્લા રમત ગમત કચેરી, અમરેલીની યાદીમાં જણાવવામાં આવે છે કે રાજય સરકાર દ્વારા યુવાનોના પ્રોત્સાહન માટે વર્ષ -૨૦૨૦-૨૧ માં ‘ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ’ આપવાનુ નક્કી કરવામા આવેલ છે. જે મુજબ જેમની ઉમર ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતી હોય અને ગુજરાતનાં મૂળ વતની હોય તેવા યુવાઓ આ એવોર્ડ માટે અરજી કરી શકશે. જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજસેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાઓ અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, બાળપોષણ અભિયાન,રાજ્ય તેમજ સમાજ સેવા અંગેના બીજા ફ્લેગશીપ કાર્યક્રમોમાં બિરદાવી શકાય તેવા ઉત્તમ કાર્ય કરેલ હોય અને સરકારના મુખ્ય કાર્યક્ર્મો/યોજનાઓ બાબતે જાગૃતિ અભિયાન જેવી ઉત્કૃષ્ટ કામગીરી અને આ ક્ષેત્રે યોગદાન આપેલ હોય, તેથી ઉપર મુજબની લાયકાત ધરાવતા અમરેલી જિલ્લાના યુવાઓ ‘ગુજરાત રાજય યુથ એવોર્ડ’ માટે અરજી કરી શકશે, કોઇપણ સરકારી સેવામા અથવા ગ્રાન્ટ –ઇન-એઇડ સંસ્થાઓમાં કાર્યરત વ્યક્તીઓ તથા કેન્દ્રીય /રાજય/ સરકારી/ યુનિવર્સીટીઓ/ કોલેજો /શાળાઓ વગેરે એવોર્ડ માટે પાત્ર નથી.

આ અરજી સાથે વધુમાં વધુ પાંચ પાનામાં ઉપર દર્શાવેલ ક્ષેત્રે પાંચ વર્ષ દરમિયાનના પ્રદાનના આધાર પુરાવા સાથેનો બાયોડેટા, ફોટોગ્રાફ/પ્રેસકટિંગ જેવી જરુરી વિગત સાથેની અરજી પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી ખાતે તા. ૧૯/૧૨/૨૦૨૦ સુધીમાં કચેરી સમય દરમિયાન પહોચતી કરવા એક યાદીમાં જણાવાયુ છે

Follow Me:

Related Posts