આગામી તા. ૨૨ મી જાન્યુઆરીના રોજસાસદ નારણભાઈ કાછડીયાના વતન ચરખડીયા ગામે ધુમાડા બધ જમણવાર સહ વિવિધ ધામિક કાયક્રમો યોજાશે
ગામે સમગ્ર દિવસ દરમ્યાન સાફ સફાઈ, રામ ધુન, મહાઆરતી, શોભાયાત્રા અને હનુમાન ચાલીસાના પાઠ યોજાશે આગામી તા. ૨૨મી જાન્યુઆરીના રોજ રામ જન્મભુમિ અયોધ્યા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પુજય સતો–મહતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની આગેવાનીમા તેમના વતન ચરખડીયા, તા. સાવરકુંડલા ખાતે પણ ધુમાડા બધ જમણવાર સહ વિવિધ કાયક્રમો યોજાશે.
આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, શ્રધ્ધાળુઓની વર્ષો જુની આસ્થા ૨૨ જાન્યુઆરીના રોજ પરીપૂર્ણ થવા જઈ રહી છે ત્યારે તેઓના ગામ ચરખડીયા મુકામે સવારે સમસ્ત ગામ પરીવાર દ્રારા રામજી મંદિર તેમજ આખા ગામની સાફ સફાઈ કરવામા આવશે. તેમજ પ્રભુ શ્રી રામજીની શોભાયાત્રાનુ આયોજન કરવામા આવેલ છે તથા આખો દિવસ રામ ધુન રાખવામા આવેલ છે. તેમજ અયોધ્યા પ્રમાણે બપોરે ૧૨:૨૮ કલાકે પ્રભુ શ્રી રામને છપ્પન ભોગ અર્પણ કરી ૧૦૮ દિવડાની મહાઆરતી કરવામા આવશે અને રાત્રે ધુમાડા બધ જમણવાર બાદ હનુમાન ચાલીસાના પાઠ તેમજ અયોધ્યા ખાતેના વિવિધ કાર્યક્રમોનુ સમગ્ર દિવસ દરમ્યાન જીવત પ્રસારણનુ પણ આયોજન કરવામા આવેલ છે. ત્યારે અમરેલી સસદીય વિસ્તારના તમામ ગામ, શહેર અને મહોલ્લામા પણ વિવિધ ધામિક કાયક્રમોનુ આયોજન થાય તે માટે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સવ ધમપ્રેમી લોકોને અપીલ સહ અનુરોધ કરેલ છે.
Recent Comments